Home> India
Advertisement
Prev
Next

કોરોના ફાઈટર્સનું મનોબળ વધારી રહ્યાં છે PM મોદી, વાતચીતમાં નર્સ થઈ ગઈ એકદમ ભાવુક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વોરિયર્સનું મનોબળ વધારવા માટે વ્યક્તિગત રીતે ફોન કરી રહ્યાં છે. દેશભરની હોસ્પિટલોના સ્વાસ્થ્યકર્મીઓને પીએમઓથી ફોન જઈ રહ્યાં છે.

કોરોના ફાઈટર્સનું મનોબળ વધારી રહ્યાં છે PM મોદી, વાતચીતમાં નર્સ થઈ ગઈ એકદમ ભાવુક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વોરિયર્સનું મનોબળ વધારવા માટે વ્યક્તિગત રીતે ફોન કરી રહ્યાં છે. દેશભરની હોસ્પિટલોના સ્વાસ્થ્યકર્મીઓને પીએમઓથી ફોન જઈ રહ્યાં છે. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયડુ હોસ્પિટલ પુણેની નર્સ છાયાને ફોન કરીને તેના હાલચાલ જાણ્યાં. વાતચીતમાં છેલ્લે નર્સ છાયા એટલી બધુ ભાવુક થઈ ગઈ કે તેણે વડાપ્રધાનને ભગવાન ગણાવી દીધા. છાયાએ કહ્યું કે અમારા માટે તો તમે પણ દેવતા છો. આખા દેશને તમારા જેવા વડાપ્રધાન મળવા જોઈએ. 

લોકડાઉન: UP બોર્ડર પર ફસાયેલા ગરીબ મજૂરોની મદદ માટે યોગી સરકારે કરી 1000 બસની વ્યવસ્થા

વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાને છાયાને પૂછ્યું કે જણાવો કે તમે તમારા પરિવારને તમારા સેવાભાવ પ્રત્યે કેવી રીતે આશ્વસ્ત કરી શક્યા કારણ કે તમે તો બિલકુલ તન મનથી હાલ બધાની સેવામાં લાગ્યા છો. પરિવારને પણ ચિંતા થતી હશે. 

જેના પર છાયાએ કહ્યું ચિંતા તો  થાય છે પરંતુ કામ તો કરવું પડે સર. સેવા આપવાની હોય છે, થઈ જાય છે સર, પછી વડાપ્રધાને પૂછ્યું, દર્દીઓ આવતા હશે તો ખુબ ડરેલા હશે? જેના પર નર્સે છાયાને જણાવ્યું કે હાં ખુબ ડરેલા હોય છે. પરંતુ અમે તમની સાથે વાત કરીએ છીએ અને જણાવીએ છીએ કે ડરવાની કોઈ જરૂર નથી. 

શાબાશ...બેંગ્લુરુના આ ડોક્ટરે શોધી નાખ્યો જીવલેણ કોરોના વાયરસને નાથવાનો ઉપાય

જ્યારે છાયાએ આ ફોન કોલ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો તો મોદીએ કહ્યું કે આ તો તેમની ફરજ છે અને બધાએ મળીને આ લડાઈ જીતવાની છે. જેના પર નર્સે જવાબ આપ્યો કે હા તે તો છે. હું તો મારી ફરજ નીભાવી રહી છું. તમે તો ચોવીસ કલાક દેશની સેવા કરી રહ્યાં છો. 

વધુ વિગતો માટે જુઓ video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને કોરોના સંકટથી બહાર કાઢવા માટે બિલકુલ ફ્રન્ટફૂટ પર એક્ટિવ છે. તેઓ સરકારી પ્રયત્નોની દિશા નક્કી કરી રહ્યાં છે અને તદઉપરાંત સામાન્ય જનતા અને સ્વાસ્થ્યકર્મીઓનું મનોબળ વધારવા માટે પણ સતત પ્રયત્નશીલ છે. તેમણે રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા આમ જનતા સાથે સીધો સંપર્ક કર્યો તો વીડિયો  કોન્ફરન્સિંગ દ્વારા રાજકારણ, પ્રશાસન, ઉદ્યોગ, ચિકિત્સા, મીડિયા સહિત વિભિન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે વાત કરી. હવે કોરોનાના દર્દીઓને સમર્પિત હોસ્પિટલોના સ્ટાફ સાથે વાત કરીને તેમનું મનોબળ વધારી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More